મુંદરાના વસઈ તીર્થ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 17 વર્ષીય કિશોરનું મોત નીપજયું
મુંદરા તાલુકાના વસઈ તીર્થ પાસે ડમ્પર આઈવા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ભદ્રેશ્વરના 17 વર્ષીય તરુણ જાડેજા વીરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર મુંદરા તાલુકાના વસઈ તીર્થ પાસે બાઈક પર યુવાન પાણી પીવા જતો હતો તે દરમિયાન રેતી ભરેલા ડમ્પર પૂર ઝડપે આવતા તેને હડફેડે લેતા કિશોર 10થી 1પ ફૂટ સુધી ખસેડાયો હતો. યુવકને મુંદરા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ગામના યુવાનના અકાળે અવસાનથી ગામમાં ભારે શોક ફેલાયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.