માંડવીમાં દબાણ કરનારાને 6.68 લાખનો દંડ,હજીરાના સંચાલક એવા દબાણકાર માલિકી હક્ક પૂરવાર ન કરી શકતાં મામલતદારે આપ્યો ધાક બેસાડતો ચુકાદો..
દર ચોમાસામાં રૂકમાવતી નદીના વહેણ પર અતિક્રમણથી ચોમાસામાં જળભરાવની સમસ્યા સર્જાય છે.
માંડવીમાં સૈયદના નુરૂદિન સાહેબ વોરા હજીરાએ નદીના વહેણ પર દબાણ મામલે માંડવી મામલતદારને ફરિયાદ કરી હતી. જેમાં મામલતદારે સુનાવણીમાં બંને પક્ષોને સાંભળીને દબાણને દૂર કરવા અને રૂ.૬.૬૮,૨૫૦નો દંડનો હુકમ કર્યો હતો.માંડવીના અરજદાર તા.૩૦/૯/૨૦૨૦નાં મામલતદારને અરજી કરીને જણાવ્યું હતું કે, માંડવી સીમના સનં.૩૭૦ પૈકી વાળી જમીનમાં સૈયદના નુરૂદિન સાહેબ વોરા હજીરા દ્વારા નદીના વહેણપર અંદાજે ૨ એકર જેટલુ દબાણ કરી કમ્પાઉન્ડ દિવાલનું બાંધકામ કરીને બિન ખેતીવિષયક દબાણ કર્યુ હોવાની રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ રેવન્યુ તલાટી મારફતે સ્થાનિક ખરાઈ કરાવવામાં આવતા સૈયદના નુરૂદિન સાહેબ વોરા હજીરા દ્વારા સરકારી જમીનમાં ૧ હજાર ચોરસ મીટર જેટલું સરકારની પરવાનગી મેળવ્યા વિના બિનઅધિકૃત દબાણ કરીને તેનો ૧૫ વર્ષથી ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મુદ્દે મહેસુલી કાયદાની કલમ-૬૧ તળેની કાર્યવાહી કરવા કેસ રજીસ્ટરે દાખલ કરી મામલતદારની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. બંન્ને પક્ષના એડવોકેટ સાંભળ્યા બાદ મામલતદાર માધુ પ્રજાપતિએ હુકમ કર્યો હતો કે, એક વર્ષના રૂ.૪૪,૫૫૦ લેખે પંદર વર્ષના દબાણ તરીકે રૂ.૬.૬૮,૨૫૦ નો દંડ ફટકારીને સૈયદના નુરૂદિન સાહેબ વોરા હજીરાએ કરેલા દબાણ દૂર કરવા જણાવ્યું હતું