પશ્ચિમ -કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંધ IPS દ્વારા ભુજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ના કર્મચારીઓ નું પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ની સેવા થકી ” ૯૫૩૩ મહિલાઓની મદદગાર બની” જે બાબતના તા. ૦૮-૦૫ ૨૦૨૩ ના રોજ સમાચારપત્રમાં પ્રેસ કટીંગની વિગતો વંચાણે લઈ પ્રસિધ થયેલ સમાચાર અનુસંધાને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની સતત આઠ વર્ષથી ૨૪ કલાકની અવિરત સેવામાં કચ્છ જિલ્લામાં કુલ ૪૬, ૧૩૪ જેટલી મહિલાઓને તેમજ રેસ્ક્યુવાન ઘ્વારા કુલ ૯, ૬૩૩ જેટલી મહિલાઓને સલાહ,સુચન,માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડી છે. આ રીતે મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલીક બચાવ અને સલાહ સુચનની આપની પ્રશંસનીય કામગીરી કરેલ છે જે બદલ પશ્ચિમ -કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંધ IPS દ્વારા ભુજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ના કર્મચારી એ.એસ.આઈ.શ્રી રક્ષાબેન ધર્મેશભાઈ ચાવડા,મહિલા હેડ કોન્સ્ટેબલ શ્રી રેખાબેન બળવંતસિંહ પટેલ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ શ્રી અંજલીબેન ગણેશભાઈ સુથાર,કાઉન્સેલર શ્રી ખુશ્બૂબેન રમેશભાઈ પટેલ,શ્રી શિલ્પાબેન દેવરાજભાઈ રાઠોડ,શ્રી પુનમબેન નાનુભાઈ ભુવા,ડ્રાઈવર શ્રી ભાવેશભાઈ બાબુલાલ ખંભુ , શ્રી મહેશભાઈ શંકરભાઇ સીજુ ને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જ રીતે ગુજરાત પોલીસની કામગીરીને ઉત્કૃષ્ટતા તથા શ્રેષ્ઠતાના સર્વોત્તમ સ્તર સુધી પહોંચાડવામાં પોતાનો ફાળો આપતા રહેશો એવી અપેક્ષા સહ શુભેચ્છાઓ આપી હતી…