જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

રાપર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રવેચી પરબની પાછળ આવેલ ગૌચર જમીનમાં બાવળોની ઝાડીમાં ખુલ્લામાં અમુક શખ્સો ધાણી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા 4100, 2 મોબાઈલ ફોન કિ.રૂ.10,000 તથા મોટરસાઈકલ નંગ.1 કિ.રૂ. 30,000 મળી કુલ કિ.રૂ.44,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. દેસરજી મુરવાજી સમા ઉ.વ.38 રહે. નંદાસર

ફરાર આરોપીઓ:

  1. સદામ વીસાજી સમા રહે. નંદાસર
  2. સાબીર કાશમ શેખ રહે. રાપર