જાહેરમાં મીલન બજારના આંકડાનો જુગાર રમતા શખ્સને ઝડપી પાડતી મુંદરા પોલીસ

copy image
મુંદરા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન વાંકલ બજાર પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અકબર હાજી પઠાણ નામનો શખ્સ વાંકલ બજાર પાસે હોટલના ઓટલા પાસે જાહેરમાં મીલન બજારના આંકડા લખી આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી અકબર હાજી પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી પોકેટ બુક-પેન તથા રોકડ રૂપિયા 680નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- અકબર હાજી પઠાણ ઉ.વ.34 રહે. બારોઈ