મીઠીરોહર પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લેતા રાહદારી યુવકનું મોત નીપજયું

મીઠીરોહર પાસે હિટ એંડ રનના બનાવમાં 29 વર્ષીય યુવક ક્રિષ્ના ટગન રાયનું મોત નીપજયું હતું. આ અંગે મૃતકના પત્ની ગૌરીબેને ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ અંગે મૃતકના પત્નીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 29-5ના સાંજના સાડા સાતેક વાગ્યેના અરસામાં તેમના વિસ્તારમાં લાઈટના ન હોતા તેમના પતિ ક્રિષ્ના રાય ઘરેથી નીકળી પગે ચાલતા બહાર ગયા હતા. મોડે સુધી પરત ન ફરતા શોધખોળ કરતાં હાઇવે પર ચા વાળાની સામે પુલ નીચે ઉતરતા કટ પાસે તેઓ દસેક વાગ્યે રોડ ક્રોસ કરી રહ્યા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ક્રિષ્ના રાયને અડફેટે લીધા હતા. જોકે વાહન ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. યુવકને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ આદિપુર મધ્યે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.