ગાંધીધામમાં  ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા  બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજયું

ગાંધીધામ શહેરમાં નૂરી મસ્જિદ પાસે  હમજા પાર્કિંગ નજીક પાસે બાઇકને પાછળથી આવતા ટ્રેઇલરે હડફેટમાં લેતાં બાઇકચાલક નૌતમસિંઘ દુર્ગાસિંઘ ચૌહાણનું શરીરે ઇજાઓ પહોચતા કમકમાટીભર્યું મોત નીપજયું  હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર ગળપાદરના સ્વસ્તિક નગરમાં રહેનાર ગૌતમસિંઘ ચૌહાણ બાઇક નંબર જી.જે. 12 ઇ.ડી. 1876 લઇને ગાંધીધામ આઇસીઆઇસીઆઇ બેન્કમાં કામ અર્થે આવી રહ્યા હતા તે દરમિયાન નૂરી મસ્જિદ નજીક હમજા પાર્કિંગ સામે પાછળથી આવતા ટ્રેઇલર નંબર આર.જે. 52 જી.એ.-3140એ આ બાઇકને હડફેટમાં લીધી હતી, જેમાં આ યુવાનનું શરીર છુંદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે આ અંગે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.