જાહેરમાં આંક ફેરનો જુગાર રમતા આરોપીને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ

મુન્દ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોવિંદ ભીમા કોલી નામનો શખ્સ વાંકલ બજાર પાસે હોટલના ઓટલા પાસે જાહેરમાં મિલન બજારના આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત આરોપી ગોવિંદ ભીમા કોલીને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બુક-પેન તથા રોકડા રૂ. 470નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ 12(અ) અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. ગોવિંદ ભીમા કોલી ઉ.વ.29 રહે. મુન્દ્રા