લોરીયા ખાતે 45 વર્ષીય આધેડે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
લોરીયા ખાતે રહેતા 45 વર્ષીય અલી ઓસ્માણ સંગાર નામના વ્યકતીએ બુધવારે સાંજે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. 45 વર્ષીય અલી ઓસ્માણ સંગાર બાવળના ઝાડ પર પોતાના ઝભ્ભા દ્વારા ફાંસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. ફાસો ખાયા હોવાની જાણ થતાં તેમણે સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.