માધાપર ખાતે રહેતા આધેડનું ટ્રેન નીચે આવી જતાં મોત નીપજયું
માધાપર ખાતે ભવાની હોટલ પાછળ રહેતા ગણેશભાઈ શેરસિંહ બીસ્ટ રાત્રે ઘરેથી નીકળી ગયેલ હતા. ત્યાર બાદ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે આવી જતા તેમનું મોત નીપજયું હતું. આ ઘટના બાબતે માધાપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.