રાપર એપીએમસી મા ચાર વેપારી પેઢી મા રાત્રે વરસતા વરસાદમાં મા રોકડ રકમ ની ચોરી

વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર થી ત્રણ કિલોમીટર દૂર આવેલ રાપર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે જયા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ખેત પેદાશ ની લે વેચ થાય છે ત્યારે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા અગાઉ પણ બે વખત ચોરી નો બનાવ બન્યો હતો છતાં પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા સીસીટીવી કેમેરા ત્રણ ચાર જેટલા જ ચાલુ છે ત્યારે ગત રાત્રે વરસતા વરસાદ મા કોઈ જાણ ભેદુઓ ચાર વેપારી પેઢી માંથી રોકડ રકમ ની ચોરી કરી ગયા હતા અને રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ઓફિસ મા પણ તાળા તોડી તિજોરી તોડવા ની પેરવી કરી હતી રાપર પોલીસ ચોપડે થી મળતી વિગતો મુજબ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલી વેપારી પેઢી ના વિપુલ નવિન ચંદ્ર ઠક્કર ની પેઢી મા થી રોકડ રકમ રુ. 2.74.500/= રત્ના અવચર ચૌધરી ના રોકડ રકમ રુ. 2.86000/= સંતોષ જગદીશ ઠક્કર ના રોકડ રકમ રુ. 35000/= દિવયરાજ પેથા ભાઈ પરમાર ના રોકડ રકમ રુ. 66000/= ની પેઢી ના ટેબલ ના ખાના ના અને દુકાનો ના તાળા તોડી ચોરી કરી ગયા હતા તો ખરીદ વેચાણ સંઘના ભુરા હેમચંદ સુથારે ની ઓફિસ ના તાળા તોડી તસ્કરો એ તિજોરી તોડવા નો પ્રયાસ કર્યો હતો  એ રીતે ની ફરિયાદ  રાપર પોલીસ મથકે નોંધાવી છે આમ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ચાલુ વરસાદે બે ચોકીદારો ની ઉપસ્થિત મા ચોરી કરી ગયા હતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા ચોકીદારો ની ડયુટી દિવસ રાત ની અલગ અલગ છે છતા રાત્રે ચોકીદારો એપીએમસી મા ચોકી કરવા ની જગ્યાએ રાત્રે સુઇ જાય છે ત્યારે રાત્રે મીઠી નિંદર વરસતા વરસાદમાં નિંદર માણતા ચોકીદારો ની હાજરી મા ચોરી કરી ગયા હતા વધુ તપાસ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી એ હાથ ધરી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલા સીસીટીવી કેમેરા મા મોઢે બુકાની બાંધેલા ત્રણ શખ્સો જોવા મળ્યા છે રાપર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી આસપાસ ના સીસીટીવી કેમેરા ચેક કરવા ની કામગીરી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સાઇઠ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં થી ચાલુ હાલતમાં માંડ દશ પંદર જ છે