કચ્છ જીલ્લામાં સાત દિવસમાં વધુ 80 હજાર હેકટરમાં ખરીફ પાકની વાવણી કરાઈ

કચ્છ જિલ્લામાં 20મી જુલાઈના દિવસે 4 લાખ 49 હજાર 450 હેકટરમાં ખરીફ પાકની વાવણી કરવામાં આવી હતી. જે 27મી જુલાઈએ 5 લાખ 29 હજાર 294 હેકટરે પહોંચી ગયેલ છે. આમ, માત્ર સાત દિવસના સમયાંતરે જ  વધુ 79 હજાર 844 હેકટરમાં વાવણી કરી દેવાઈ હતી. જે ગુરુવાર સુધી 6 લાખ હેકટરને પાર કરી જાય સંભાવના છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીના એ.ડી.એ શાંતિલાલ પ્રજાપતિ દ્વારા જાણવા મળ્યું  હતું કે, કચ્છ જિલ્લામાં ખેતી લાયક વિસ્તાર 7 લાખ 53 હજાર 907 હેકરટ છે, જેમાં ખરીફ પાકની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવણી 6 લાખ 37 હજાર 427 હેકટર છે. આ વર્ષે પણ સાડા છ લાખ હેકટરે વાવણી પહોંચી જશે. તેમણે જણાવ્યું હતું કે, હાલ બાજરી 19105, તુવેર 170, મગત 33574, મઠ 4898, અડદ 870, વાલ 157, મગફળી 55427, તલ 26828, દિવેલા 140494, કપાસ 70605, ગુવાર 62550, શાકભાજી 8574, ઘાસચારો 106042, શેરડી 2 મીંઢિયાવળ 555 હેકટરમાં વવાયા છે. જે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશના 83.04 ટકા છે અને ખેડલાયક વિસ્તારના 70.21 % છે.