ભુજ ખાતે આવેલ આઈયા એપાર્ટમેન્ટ પરથી નીચે પટકાતાં અસ્થિર મગજના 32 વર્ષીય યુવકનું મોત નીપજયું
copy image
ભુજ ખાતે આવેલ જ્યુબિલી ગ્રાઉન્ડ પાસેના આઈયા એપાર્ટમેન્ટ પરથી નીચે પટકાતાં અસ્થિર મગજના 32 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ભુજ ખાતે આવેલ રાવલવાડી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય તેજશ ભુપેન્દ્ર ચંદન છેલ્લા બે વર્ષથી માનસિક અસ્થિર હાલતમાં હતો. જેની સારવાર પણ ચાલુ હતી. તે દરમિયાન ગત દિવસે દસ વાગ્યાના આરસામાં જ્યુબિલી નજીક આવેલા આઈયા એપાર્ટમેન્ટ પરથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં જ યુવાનને તુરંત સારવાર માટે લેવા પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો. ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ભુજ શહેર એ ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.
