વોંધ નજીક અસ્થિર મગજના યુવાનને અજાણ્યા વાહને અડફેટે સર્જાયું અકસ્માત : અજ્ઞાત યુવકનું ઘટના સ્થળે જ મોત

body

copy image

ભચાઉ વોંધ વચ્ચેના નેશનલ હાઈવે પર વહેલી સવારના અરસામાં  હાઈવે પર રસ્તો ઓળંગી રહેલા રહેલા અસ્થિર મગજના યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. વોંધ ગામ પાસે આવેલ નેશનલ હાઈવે પર અસ્થિર મગજનો અંદાજિત 32 વર્ષીય યુવાન નજીકના રેસ્ટોરન્ટ અને ઓટલો પર માંગી ખાઈને અહીં પુલ પાસે પડી રહેલ હતો જેને આજે વહેલી સવારે હાઇવે ક્રોસ કરતી વેળાએ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા તેના પર ટ્રક ફરી વળતાં જીવ ગુમાવ્યો હતો.  બનાવની જાણ નેશનલ હાઈવે પેટ્રોલિંગ તેમજ પોલીસને થતાં તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને ભચાઉની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ  હતો. મૃત યુવાનના ઓળખ માટે આ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.