અંજાર ખાતે આવેલ મેઘપરમાથી કુલ કી. 4,61,500ની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ મેઘપર (બો) માથી કુલ કી.4,61,500ની ચોરી થયા બાબતે પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી સિક્યુરિટી તરીકે નોકરી કરતો હોવાથી ગત સાંજે 7 વાગ્યાના અરસામા નોકરી પર ગયેલ હતો. આજે સવારના ભાગમાં ફરિયાદીની પત્ની તેમના પુત્રને સ્કૂલે મૂકવા ગયેલ હતા તે દરમીયાન ફરિયાદીને તેની પત્નીનો ફોન આવતા ફરિયાદી તેની પત્ની સાથે ઘરે પરત આવીને જોતાં ઘરનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળેલ હતું તેમજ ઘરમાં તમામ સમાન વેર વિખેર હાલતમાં હતું. ફરિયાદીના ઘરના બેડરૂમમાં રાખેલ તિજોરીનું તાળું તૂટેલ હાલતમાં જણાતા ફરિયાદી તેમજ તેની પત્નીએ તપાસ કરતાં રોકડ રકમ, બૅન્ક પાસબૂક, દાગીના તેમજ ચાંદીના સિક્કા અને ચાંદીની લેડિઝ ઘડિયાળ એમ કુલ કી.4,61,500ની ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
