ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ સુખપરના મંદિરમાં ચોરી કરનાર શખ્સને ઝડપી પાડતી માનકુવા પોલીસ

hathkadi

copy image

ભુજ ખાતે આવેલ સુખપરના સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની દાનપેટીમાંથી રોકડની તસ્કરી કરનાર ગામના જ શખ્સને માનકુવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગત મંગળવારે મોડી રાત્રે સુખપર ગામના મહાદેવ મંદિરમાંથી ચોરી કરનાર ગામના જ આરોપી મનસુખ મનોજ પરમારને પોલીસે પકડી પાડ્યો છે. મળેલ માહિતી અનુસાર આરોપીએ મોડી રાત્રે મંદિરમાં પ્રવેશી દાનપેટીમાં રહેલ રોકડ રૂપિયા 3 હજાર ઉઠાવી ગયેલ હતો. માનકુવા પોલીસે ફરિયાદ નોંધાયના ગણતરીના કલાકોમાં આરોપીને પકડી તેની પાસેથી રોકડ રૂપિયા 1450 જપ્ત કર્યા હતા. મળતી માહિતી મુજબ આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. અગાઉ તેની વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે ત્રણ અને ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુના દાખલ થયેલ છે.

copy image