દૂધઈ પોલીસે બાનિયારી સીમમાં ટેઈલરમાંથી 14.65 લાખનો દારૂ ઝડપી પાડ્યો
copy image
ભચાઉ ખાતે આવેલ બાનિયારી ગામના સીમ વિસ્તારમાં દરોડો પાડીને દુધઈ પોલીસે ટેઈલરમાંથી રૂા.14,65,745ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ કાર્યવાહીમાં એક આરોપીની અટક કરાઈ હતી, તેમજ પાંચ આરોપીનાં નામ સામે આવ્યા છે. બાનિયારી ગામની સીમમાં કાઠિયાસરી તળાવની નજીક કાચા ઉપર ટાટા ટેઈલર નં. આર.જે.19.જીએફ.4245માં દારૂનો જથ્થો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પરા રેઇડ પાડી હતી. આ વાહનની છાનબીન કરતાં સમયે તેમાંથી રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કી 750 એમ.એલની બોટલ નંગ. 654 કિં. રૂા. 3,41,120, રોયલ સ્ટેગ સુપિરીયર વ્હીસ્કી 750 એમ.એલની બોટલ નંગ 1140 કિં. રૂા. 4.56 લાખ, મેકડોવેલ્સ નં.1 વ્હીસ્કી 750 એમ.એલની બોટલ નંગ 1783 કિ. રૂા. 6,68,625નો જથ્થો સામે આવ્યો હતો. કાર્યવાહી દરમીયાન 15 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, રોકડા રૂા. 1420, વાહન કિં. રૂા. 30 લાખ સહિત કુલ રૂા. 44, 82, 165નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં માતબર રકમના દારૂના જથ્થા સાથે આરોપી જસારામ મગારામ જાટની ધરપકડ કરવામાં આવેલ હતી. આ કેસમાં દારૂનો જથ્થો મોકલનાર સુભાષ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું તેમજ દારૂનો જથ્થો મગાવનાર તરીકે આરોપી શંકર પચાણ રબારી, અભય વેલા બઢિયા તેમજ ટેઈલર વાહનના માલિકની સંડોવણી બહાર આવી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું.
