રાપર ખાતે આવેલ રામવાવ જડસા સીમમાં થયેલાં દબાણ બાબતે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ

રાપર ખાતે આવેલ રામવાવ અને જડસા વચ્ચે સીમસેઢામાં અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ અંગે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ હતી. ભચાઉ પ્રાંત અધિકારીને પાઠવવામા આવેલ પત્રમાં જણાવ્યા અનુસાર દબાણના કારણે ખેડૂતો અને માલધારીઓને ખેતરે  આવવા-જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી ખરાબા પડતર જમીન 955 પૈકીની દક્ષીણ દિશા તરફ આવેલ જમીનમાં દબાણ કરવામાં આવેલ છે. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર દબાણ તોડી પાડી જમીન ખૂલી કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.