અંજાર ખાતે આવેલ મેઘપરમાં યુવાન પર છરી વડે હુમલો કરી મોબાઈલ લૂંટાયો

copy image

 

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી વિસ્તારમાં મોટરસાઈકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પગે ચાલીને જતા યુવકને છરી મારી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હોવાનો મામલો સામે આવ્યો હતો. આ અંગે પોલીસ મથકે ફાઇયાદ નોંધવાઈ છે. મળેલ માહિતી અનુસાર ખાનગી એકમમાં નોકરી કરતા ફરિયાદી મીટું મુનેન્દ્ર રાજભર ગત દિવસે સાંજના 7.30 વાગ્યાના અરસામાં નવરત્ન રેસિડેન્સીના ગેટની થોડે આગળ સર્વિસરોડ પર પગપાળા જઈ રહ્યા હતા તે દરમીયાન અચાનક કાળા રંગની મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા ઈસમો પોતાનું વાહન ઊભું રાખી ફરિયાદી સાથે બોલા ચાલી કરી છરી વડે હુમલો કરેલ હતો. આરોપીઓએ ભોગ બનનાર યુવક પાસેથી રિયલ મી કંપનીનો મોબાઈલ ફોન લૂંટીને નાસી છૂટયા હતા. પોલીસે આ અંગે ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા વધુ તપસ હાથ ધરી છે.