એ-ડિવિઝન પોલીસે વાઘુરામાં થયેલી બાઈક ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

copy image

મુંદરાના પ્રાગપર પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના  આરોપીને વાહન સાથે ભુજથી ઝડપી એ-ડિવિઝન પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન હમીરસર તળાવ નજીક આવેલ ચબૂતરાની ખુલ્લી જગ્યામાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઊભેલા નિર્મલસિંહ હઠીસંગજી જાડેજાને મોટરસાઈકલ અંગેના આધાર-પુરાવા માગતાં તે આપી શક્યો ન હતો. ત્યાર બાદ વધુ તપાસ કરતાં પોલીસને વાહનના રજિસ્ટ્રેશન નંબર જીજે 12 ડીએચ 9996 મળી આવેલ હતા, જે અંગે ચોરી થયાની ફરિયાદ વાઘુરાના લખુભાઈ દુદાભાઈ ચાવડાએ પ્રાગપર પોલીસ મથકે  નોંધાવેલ હતી, જેના આધારે 40 હજારની બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ  કાયદેસરની કાર્યવાહી આદરી  છે.

copy image