પૂર્વ કચ્છમાથી 10 જુગારપ્રેમીઓને પોલીસે  ઝડપી પાડ્યા

copy image

રાપર તેમજ ભચાઉ ખાતે આવેલ જૂના કટારિયામાં જુગાર રમતા 10 શખ્સોને પોલીસે રોકડ રૂા. 53,100 સાથે ઝડપ્યા હતા.  રાપર શહેરના કુયલીવાસમાં અમૂક શખ્સો ગત મોડી રાત્રે જુગાર રમી રહ્યા હતા તે દરમીયાન અચાનક પોલીસ ત્યાં પહોંચી હતી અને તુષાર હિતેશ સોની, ગૌતમ અશોક માલી, મુના બાબુ માલી, દિનેશ અમરશી માલી, પ્રથમ પ્રકાશ માલી તથા બ્રિજ શાંતિલાલ પૂજને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂા. 42,000 તથા 6 મોબાઇલ, ચાર વાહનો એમ કુલ રૂા. 3,28,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ જૂના કટારિયામાં ભરવાડ વાસની ગલીમાં પત્તા ટીંચતા મેરા ટપુ ભરવાડ, દિનેશ કસા ભરવાડ, પપ્પુ પરબત ભરવાડ તથા રમેશ લખુ ભરવાડને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂા. 11,100 તથા એક મોબાઇલ એમ કુલ્લ રૂા. 16,100નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.