આધોઈ ગામમાથી 62,700ના મુદ્દામાલ સાથે 6 જુગારપ્રેમીઓને ઝડપી પાડતી સમખાયાળી પોલીસ

copy image

સમખાયાળી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમીયાન તેમણે ખાનગી રહી બાતમી મળેલ હતી કે, આધોઈ જૂના ગામમાં દશામાના મંદિર નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઈશમો ગંજી પાનાં વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે દરોડો પાડી પોલીસ આરોપીઓ પાસેથી કુલ કી. 62,700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે પકડાયેલી આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યાવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ :

  1. હસમુખભાઇ મનજીભાઇ કોલી ઉ.વ.32 રહે આધોઈ, ભચાઉ
  2. ભરતભાઇ બાબુભાઈ કોલી ઉ.વ.22 રહે આધોઈ, ભચાઉ
  3. રામજીબાઇ બાબુભાઇ કોલી ઉ.વ.29 રહે આધોઈ, ભચાઉ
  4. મહેશભાઇ દેસરા સોનારા ઉ.વ.23 રહે આધોઈ, ભચાઉ
  5. વિપુલભાઈ ગોવિંદભાઇ ચાવડા ઉ.વ.40 આધોઈ, ભચાઉ
  6. રમેશભાઈ ભીખાભાઇ કોલી ઉ.વ.30 આધોઈ, ભચાઉ