અંજાર ખાતે આવેલ કુંભારિયા ગામની સીમમાંથી પવનચક્કીમાંથી કુલ રૂ.44,710ના કેબલ વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ કુંભારીયા ગામની સીમમાંથી પવનચક્કીનો દરવાજો લોક પાસેથી તોડી પવનચક્કીના પેનલમાં UPS, HMI, PLC, ટ્રાન્સફર મીટર તેમજ પવનચક્કીના કંટ્રોલ કેબલમાં નુકસાન કરી કુલ રૂ.44,710ની કેબલ વાયરની તસ્કરી થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ અંગે અંજાર ખાતે આવેલ મોટી ખેડોઈમાં રહેતા અને અર્બુદા સિક્યુરિટી સર્વિસમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદમાં અનુસાર, ફરિયાદીને ફોન દ્વારા જણાવવામાં આવેલ હતું કે તેમની સિક્યુરિટી સર્વિસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંજારમાં કુંભારિયા સીમમાં આવેલી પવનચક્કીના ગેટનો દરવાજો લોક પાસેથી તૂટેલ હાલતમાં છે.
ઘટનાની જાણ થતા ફરિયાદીએ ઘટના સ્થળે જઈને પવનચક્કીની અંદર પ્રવેશીને તપાસ કરીતા પેનલમાં UPS, HMI, PLC તેમજ ટ્રાન્સફર મીટરમાં અને પવનચક્કીના કંટ્રોલ કેબલમાં નુકસાન થયેલું સામે આવ્યું હતુ. પવનચક્કીની અંદર લાગેલા 33 કે.વીનો 147 મીટરનો કેબલ તેમજ પવનચક્કીનો 95 સ્ક્વેર એમ.એમનો 127 મીટરનો અર્થિંગ કેબલ આમ કુલ રૂ.44,710ની કિંમતનો કેબલ હાજર ન મળતા ફરિયાદીએ કેબલ ચોરી થઈ હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પવનચક્કી પાસે એક ગેસનો બાટલો તેમજ ચોરી માટે વપરાયેલા સાધનો પણ જોવા મળી આવ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યુ છે. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઇસમો સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધારી છે.