પારિવારીક ઝગડાએ ઘારણ કર્યું હિંસક રૂપ : પિતા બન્યા પુત્રીના જીવના દુશ્મન
પારીવારિક ઝગડામાં પિતાએ પોતાની જ દીકરીને ગળે ફાસો આપી મોત નિપજાવ્યું, જે અંગે ગાંધીધામ એ ડિવિઝના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મરણ પામનારની માતા દ્વારા નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી મજૂરી કામ કરતાં હોવાથી તેઓ સવારના અરસામાં મજૂરી કામે નીકળી ગયેલ હતા, તેમજ ફરિયાદીની બહેન પણ તેમની સાથે જ ગયેલ હતી. ફરિયાદી ના પતિ અને સંતાનો ઘરે હતા. ત્યારે, બપોરના બે વાગ્યાના અરસામાં ફરિયાદીને તેમના નણંદનો ફોને આવેલ અને ઘરે કઈક ઝગડો થઈ રહ્યો છે તેવું જણાવેલ હતું. ફરિયાદીએ તેમના પતિને આ બાબતે ફોન કરીને પૂછતાં તેમણે જણાવ્યુ કે તેઓએ તેમની દીકરી રીન્કીને ગળે ફાસો આપી દીધેલ છે. ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ તુરંત ઘરે આવીને જોતાં તેમની દીકરી રીન્કી ફર્શ પર બેહોશ હાલતમાં હતી, તેમજ તેના ગળામાં દુપટ્ટો વીંટળાયેલો હતો. રીન્કીને રામબાગ હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમના પતિ બરાબર કામ ધંધો ન કરતાં હોવાથી પરીવારમાં અવારનવાર ઝગડા થતાં અને તે બોલાચાલીમાં રીન્કી ફરિયાદીનો પક્ષ લેતી જેના કારણે તેમના પતિએ આ બાબતનું મન દુખ રાખીને રીન્કી સાથે ઝગડો કરી તેને દુપટ્ટા વડે ગળે ફાસો આપી તેનું મોત નીપજાવી નાસી છૂટ્યો હતો. આ અંગે પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
