અંજાર ખાતે આવેલ ખત્રી બજારમાં કિશોરીની છેડતી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

hathkadi

copy image

અંજાર ખાતે આવેલ ખત્રી બજારમાં એક કિશોરીની છેડતી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી મુજબ અંજાર ખાતે આવેલ  ખત્રી બજારમાં કચ્છ આર્ટ ઓફ બાંધણી નામની દુકાન પાસે ગત દિવસે સવારના અરસામાં  આ છેડતીનો બનાવ બન્યો હતો. એક મહિલા અને તેમની દીકરી ગત દિવસે સવારના ભાગે  બજારમાં ખરીદી કરવા ગયેલ હતા તે દરમીયાન આરોપી ત્યાં મોપેડ લઇને પહોંચ્યો હતો. આ શખ્સે કિશોરીની છેડતી કરી બાદમાં ફરિયાદી મહિલાને ગાળો આપી હતી તેમજ મહિલાને થપ્પડ મારી તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડયો હતો.

copy image