મુંદરામાં ત્રણ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા
copy image
મુન્દ્રામાં આવેલ ખારી-મીઠી હિન્દુ સ્મશાનભૂમિની સામેની બાજુએ બાવળોની ઝાડીમાં ગંજી પાના વડે તીનપત્તીનો જુગાર રમતા શંકરસિંહ બલવંતસિંહ ગુજર, અર્જુન અમરસિંહ ગુજર અને સમરત કાલુસિંગ ગુજરને રોકડા રૂા. 1620ના મુદ્દામાલ સહિત મુંદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી હતી.