અંજાર ખાતે આવેલ વરસામેડીમાથી 9 જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા
અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં આવેલ અંબિકા સોસાયટીમાં ગૌતમ પ્રજાપતિના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા 9 શખ્સોને પોલીસે ઝડપ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂા. 44,580 તેમજ 8 મોબાઈલ અને પાંચ વાહનો એમ કુલ રૂા. 3,04,580નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.