એલસીબી ટમે મથલમાથી  તીનપત્તી વડે જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા

970736623Jugar

copy image

નખત્રાણા ખાતે આવેલ મથલમાં ખડિયામાં બાવળની ઝાડીમાં તીનપત્તી વડે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા. મળેલ માહિતી અનુસાર  એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મથલમાં ખડિયામાં બાવળની ઝાડીમાં અમુક ઈશમો તીનપત્તી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ માતમીના આધારે એલસીબીએ દરોડો પાડી તીનપત્તી રમતા કરશન કરશમી ભદ્રુ, ઈશા સિધિક લુહાર, દાઉદ મામદ કુંભાર, ઓસમાણ રમજાન પિંજારા તેમજ અબ્દુલ અલીમામદ લાંગાયને કુલ કિ. 13,100ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.