ભૂજ એ ડિવિઝન પોલીસ મથકે  અરજી આપવા આવેલ નશેડી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો

drunk man

copy image

ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવા અર્થે આવેલ નશેડીને પોલીસે ઝડપી પાડ્યો હતો. મળેલ માહિતી અનુસાર  ગત મંગળવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં જુની રાવલવાડી નટવાસમાં રહેતો શૈલેષ રતિલાલ નટ નામનો યુવક પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવેલ હતો અને હાજર પોલીસ સ્ટાફને જણાવ્યુ હતું કે મારે અરજી આપવી છે તે સમયે તેના મોઢામાંથી ગંધ આવતી હોવાથી તપાસ કરતા તેણે નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું તેની પાસે કોઈ પાસ પરમિટ ન મળતા તેની સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

copy image