લખપત ખાતે આવેલ નરામાં કંડકટરના મોબાઈલ અને રોકડની તસ્કરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપ્યા
copy image
લખપત ખાતે આવેલ નરામાં આવેલી ગૌશાળાના રૂમમાંથી મોબાઇલ અને રોકડ રકમની તસ્કરી થઈ હતી જેમાં આરોપી ઝડપાયા પશ્ચાત નરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મળેલ માહિતી અનુસાર મૂળ મહેસાણાના અને હાલમાં બિદડામાં રહેતા નીરવકુમાર ડાયાભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ માંડવી નલિયા નરા બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે નરા ગામે રહેવાની કે સુવાની કોઈ વ્યવસ્થા ન મળવાથી તેઓ ગૌશાળા નજીક બસ રાખીને નાઈટ હોલ્ડ કરે છે. ગત 27 જુલાઈ તેઓ બસમાં કંડકટર તરીકે હતા ત્યારે રાતના આઠ વાગ્યાના અરસામાં નરા ગામે પહોંચ્યા અને ગૌશાળામાં બસ રાખીને ડ્રાઇવર પ્રતાપસિંહ ઝાલા તેમજ કંડકટર ગૌશાળામાં આવેલા રૂમમાં દરવાજો બંધ કરીને સુઈ ગયેલ હતા તે દરમીયાન ફરિયાદી પાસે પોતાનો વીવો કંપનીનો 7,000 નો મોબાઈલ અને થેલામાં રોકડા 4000 હતા સવારે ઊઠીને જોતાં રૂમનો દરવાજો ખુલ્લો હતો અને મોબાઈલ અને થેલો હાજર ન મળતા આસપાસ તપાસ કરતા બાવળની ઝાડીમાંથી થેલો મળી આવેલ હતો પરંતુ તેમાં રાખેલી રોકડ ગાયબ હતી જે તે સમયે મોબાઇલ ગુમ થયા હોવાની જાણ નરા પોલીસ મથકે કરવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે નેત્રાના મોસીમ હુસેન કુંભાર અને ભારાપરના અબ્દુલ ઉર્ફે સલમાન અલીમામદ રાયમાની ધરપકડ કરાઈ છે. પોલીસે પકડાયેલ આરોપી સામે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.