ભુજ ખાતે આવેલ લેરની સીમમાંથી 1,17,600ના મુદ્દામાલ સાથે પાંચ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ
copy image
ભુજ ખાતે આવેલ લેર સીમના વિસ્તારમાં આશાપુરા પર્ફોક્લે કંપની પાછળના ભાગે આવેલા કોલીવાસમાં મોહન રમેશ કોળીના રહેણાંક ફળિયામાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ખેલીઓને રોકડા રૂા. 12,600, પાંચ મોબાઇલ કિં. રૂા. 25,000, એક ટુ-વ્હીલર કિં. રૂા. 30,000 અને એક રિક્ષા કિં. રૂા. 50,000 એમ કુલે રૂા. 1,17,600ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.