મુંદ્રા ખાતે આવેલ બેરાજા નજીક બાઈક સ્લીપ થતાં 21 વર્ષીય યુવાનનું મોત

copy image

મુંદરા ખાતે આવેલ બેરાજા નજીક માર્ગમાં નીલગાય આડી આવતાં બાઈક સ્લીપ થઈ જવાના કારણે બેરાજાના બાઈક ચાલક હરિ સામજી માતંગનું ગંભીર ઈજાઓ પહોચવાના કારણે મોત નીપજ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ગત બપોરે બજાજની ડિસ્કવર બાઈક નં. જી.જે. 12 ડીસી 7008 ચલાવીને હરિ માતંગ જઈ રહ્યો હતો તે દરમીયાન બેરાજાથી હનુમાન ટેકરી વચ્ચે માર્ગ પર નીલગાય આડી ઊતરતાં તેને બચાવવા જતાં પૂરપાટ દોડતી બાઈક સ્લીપ થઈ ગયેલ હતી, પરીણામે હરિને માથા અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. પ્રાગપર પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કામગીરી હાથ ધરી છે.