ભચાઉ ખાતે આવેલ આધોઇ નજીક કાર બાઇક સાથે અથડાતાં થયું અકસ્માત : સદભાગ્યે કોઈ જાન હાની નહીં

bike  and car

copy image

ભચાઉ ખાતે આવેલ આધોઇ-ઘરાણા રોડ પર કાર બાઇક સાથે અથડાતાં અકસ્માત સર્જાયું હતું. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવાનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે ઘરાણા રહેતા શામજીભાઇ જેઠાભાઇ કોલીએ લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગત બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં તેઓ પોતાના મિત્ર મયુર અરવિંદ કોલી સાથે બાઇક પર આધોઇ-ઘરાણા રોડ પર જતા હતા તે દરમીયાન બેરાપરબ નજીક પૂરપાટ આવી રહેલા બલેનો કાર ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં બન્નેને ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચેલ હતી. મયુરને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે, તેમજ કાર ચાલક સામે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.