બાકી પૈસાની ઉઘરાણી કરનાર યુવક પર ત્રણ શખ્સોનો હુમલો થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી કરનાર યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવેલ છે. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર અંજારના વરસામેડી સીમમાં આવેલ માધવરાય સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ ધનપાલભાઇ પડીયાચી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર, તેઓ ગત ગુરૂવારના દિવસે પોતાની નાસ્તાની લારી પર હતા તે દરમિયાન હિતેનભાઇ ગોસ્વામી પાસેથી નાસ્તાના બાકી રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી રાહુલ ચૌહાણ અને નિખિલ આહિર સાથે લારી પર આવીને ધક બુશટનો માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.