રાપર તાલુકાનાં માખેલમાથી 83,000ના મુદ્દામાલ સાથે આઠ ઝડપાયા

copy image

રાપર ખાતે આવેલ માખેલ ગામના કલ્યાણભાઈ માદેવાભાઈ મઢવીના મકાનની સામે જાહેર જગ્યામાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા. દરોડા દરમ્યાન પકડાયેલા આઠ શખ્સો પાસેથી રોકડા રૂા. 52,850  હસ્તગત કરવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓ પાસેથી  રોકડા રૂા. 52,850  તેમજ છ મોબાઈલ ફોન સાથે કુલ રૂા.83,350નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.