મુંદ્રા પોલીસે 11000 સાથે ત્રણ જુગારપ્રેમીઓને ઝડપ્યા

copy image

મુંદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એફ. ટી. ડબલ્યુ જે પાર્કિંગમાં જાહેરમાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી તેમની પાસેથી રોકડા રૂપિયા 11,140 જપ્ત કર્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધારી છે.