મુન્દ્રામાં ભાડાની દુકાનના મુદ્દે ઝગડો થતાં ઉશ્કેરાયેલા દુકાન ધારકે મહિલાને કુહાડી મારી
copy image
મુન્દ્રામાં ભાડાની દુકાનના મુદ્દે ઝગડો થતાં મહિલાને કુહાડી ફટકારવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર સાંજના અરસામાં નગરના નાકા પર આવેલ ઝંડા ચોક મધ્યે આ બનાવ બનેલ હતો. મંદિરના સંચાલકો દ્વારા બહારના ભાગે આવેલ દુકાન ભાડે આપવામાં આવતા ત્યાં ધંધો કરનાર અન્ય લારીધારકોએ વાંધો ઉઠાવી ઉગ્ર બોલાચાલી કરેલ હતી. જેના કારણે ઉશ્કેરાયેલા દુકાન ધારકે કાંતાબેન સથવારા નામના 45 વર્ષીય મહિલાને માથાના ભાગે કુહાડી ભારે ગંભીર ઇજાઓ પહોચડતા સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઇ ગયેલ હતું. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા, તેમજ પોલીસે દુકાનધારક પરેશ કેવડીયાની ધરપકડ કરી હતી.