ગાંધીધામ ખાતે આવેલ ભરતનગર નજીકથી 83000ના મુદ્દામાલ સાથે 7 ખેલીઓ ઝડપાયા
copy image
ગાંધીધામ ખાતે આવેલ ભારતનગર પાસે 9-બી ત્રિકમસાહેબ સોસાયટીના ગરબી ચોકમાં જાહેરમાં અમૂક ઈશમો જુગાર રમી રહ્યા હતા તે દરમીયાન અચાનક આવેલ પોલીસે 7 જુગારપ્રેમીઓને 83,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂા. 12,700 તેમજ ચાર મોબાઇલ અને ત્રણ બાઇક એમ કુલ રૂા 83,200નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.