ગાંધીધામના વેપારી સાથે લાખોની છેતરપિંડી : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

froud

copy image

ગાંધીધામના વેપારી સાથે 14 લાખની છેતરપિંડી થતાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ગાંધીધામના વેપારીએ રૂ.30 લાખ એડવાન્સ ચૂક્વી પામ એસિડ ઓઇલનો સોદો કર્યો હતો. ત્યાર  બાદ કેરાલાની પેઢીના સંચાલકો દ્વારા રૂ.16 લાખ પરત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ પણ માલ પહોંચાડ્યો ન હતો. ઉપરાંત રૂ.14 લાખ પોતે પચાવી જઇ વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ફરિયાદ કંપનીના સંચાલક દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા.25 ડિસેમ્બર 2021 ના રોજ તેઓ કેરાલાના કોઝીકોડ બીગ બજારમાં આવેલ સાહિન ટ્રેડર્સના માલિક મહમ્મદ શાહિન હુસેન તેમજ સાકિર હુસેન પાસે પામ એસિડ ઓઇલ ખરીદવા ગયેલ હતા ત્યારે તેમની સાથે સોદો નક્કી કરવામાં આવ્યો હતો તેમજ રૂ.30 લાખ એડવાન્સ તેમણે ચુકવ્યા હતા સામે 15 દિવસમાં માલ પહોંચી જશે તેવી બાંહેધરી આપવામાં આવેલ હતી. પરંતુ માલ ન પહોંચતાં તેમણે ફોન કર્યો તો રૂ.16,00,000 પરત આપી દીધા પરંતુ બાકી રૂ.14,00,000 આજ સુધી પરત કર્યા ન હતા. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.