નકલી ભરતી થી સાવધાન.. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભરતી કરનાર નકલી અધિકારીઓ બજારમાં ફરી રહ્યા છે.. ઉમેદવારોએ સાવધાન રહેવું

copy image

એ જાણવા મળેલ છે કે અનૈતિક તત્ત્વો/છેતરપિંડીવાળાઓ/દલાલો(એજન્ટો દ્વારા તેમની ખોટી ઓળખ બનાવી પોતાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ના ભરતી કરનાર રૂપ દર્શાવી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
સંભવિત ઉમેદવારો/જાહેર જનતાને એએઆઈના નામે આવી નકલી ભરતી જાહેરાતો/કોલ લેટર/નિયુક્તિ પત્રો/બનાવટી સંદેશાઓની લાલચમાં ન ફસાવાની ચેતવણી આપવામાં આવે છે. ભરતી સંબંધિત તમામ વિવરણ જેમ કે જાહેરાત, દસ્તાવેજ પ્રમાણિતતા/રૂબરૂ મુલાકાત અનુસૂચિ, અંતિમ પરિણામ વગેરે ફક્ત એએઆઈની વેબસાઈટ www.aai.aero પર પ્રકાશિત કરવામાં આવે છે. કોઈપણ અજાણ્યા સ્રોતથી મળેલ કોઈપણ સૂચનાને તેની પ્રામાણિકતા માટે કેરિયર www.aai.aero પર પ્રમાણિત કરી શકાશે. જો કોઈ છેતરપિંડી/બનાવટી ભરતી રેકેટનો શિકાર બને છે, તો તેમને છેતરપિંડી કરનારાઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાની સલાહ આપવામાં આવે છે.