ભુજમાં બોળચોથ પ્રસંગે લાલ ગાય અને વાછરડું નરસિંહ મહેતા નગર ખાતે પૂજન કરાયું

ભુજ. આજે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં બોળચોથ પ્રસંગે લાલ ગાય અને વાછરડીનું પૂજન કરવામાં આવ્યું હતું શહેરની તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને સત્યમ સંસ્થા ના સહયોગથી વહેલી સવારથી નરસિંહ મહેતા નગરમાં આવેલ શેરી નંબર 5 ખાતે ખાસ લાલ ગાય અને અને વાછરડી બાંધવામાં આવી હતી વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાંથી બહેનો ગાય વાછરડીનું પૂજન કરવા માટે ઉમટી પડી હતી દીવો અગરબત્તી કુલર ના લાડુ તેમજ બાજરાના રોટલા છૂટી દાળ તેમજ અબીલ ગુલાલ સાથે પૂજન કર્યું હતું નાગલા સાથે ગાયોનું પુજન કરવામાં આવ્યું હતું બહેનોએ ગાય વાસ્તુ પૂજન કર્યા બાદ ગાય વાછરડી પાસે ફેરા ફર્યા હતા અને દીવો અગરબત્તી કરી અને પૂજન કરયું હતું અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો આ પૂજન વિધિ માટે ઉમટી પડી હતી આ વ્યવસ્થા સ્મિતાબેન અંતાણી, ભૂમિ બેન કે અંતાણી, સ્વાતિ બેન સોની,ઉમાં બેન સોની, ગુંજન બેન લાખાણી,ક્રિષ્ના બેન લાખાણી,ગીતાબેન જોષી, જયા બેન પ્રજાપતિ,રંજન બેન સોની, તેમજ મિલી બેન પિત્રોડા,પૂજા બેન પિત્રોડા,કલ્પના બેન સોની,તેમજ વગેરે જોડાયા હતા અને વ્યવસ્થા સંભાળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નરસિંહ મહેતા નગરમાં શેરી નંબર 5 ખાતે છેલ્લા ૨૦ વર્ષથી બોળ ચોથ ના દિને બહેનો લાલ ગાય અને વાછરડું પૂજન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે