અમેરિકાએ 4 ભારતીય કંપનીઓ પરથી પ્રતિબંધ હટાવ્યા

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર અંતિમ મહોર મારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તે દરમિયાન અમેરિકાએ ભારતીય કંપનીઓને એક મોટી રાહત આપી છે. સૂત્રો માંથી મળતી મુજબ રશિયા સાથે વેપાર કરવાના કારણે અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેમાંથી 4 કંપનીઓને હવે ટ્રેઝરી પ્રતિબંધોની યાદીમાંથી મુક્ત કરવામાં આવી છે. અમેરિકાએ તાજેતરમાં જ પોતાની SDN એટલે કે ‘સ્પેશિયલી ડેસિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ’ અપડેટ કરીને આ નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા હતા કે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર લગભગ પૂરો થઈ ગયો છે અને હવે માત્ર 1 ટકા જેટલું જ કામ બાકી રહ્યું છે.