ભુજ ખાતે આવેલ વર્ધમાનનગરમાં 35 વર્ષીય શખ્સે  ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો

susaiid

copy image

ભુજ તાલુકાનાં ભુજોડી નજીક આવેલ વર્ધમાનનગરમાં 35 વર્ષીય કપિલ કૃષ્ણલાલ વરુ નામના શખ્સે  ગળેફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ માહિતી અનુસાર વર્ધમાનનગરમાં રહેતા કપિલ વરુએ બપોરના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે દુપટ્ટો બાંધીને ફાસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં તેઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે નોંધ નોંધ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.