મિરજાપરમાથી જુગાર રમતી સાત મહિલાઓને 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ

copy image

ભુજ પાસે આવેલ મીરજાપારમાં રહેણાંક મકાનમાં ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતી સાત મહિલાઓને પોલીસે 31 હજાર રોકડ સાથે એ ડિવિઝન પોલીસે પકડી હતી. મળેલ માહતી અનુસાર તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે મીરજાપરની મેઈન બજારવાળી શેરીમાં રહેતા ભાવનાબેન જીતુભાઈ ગોસ્વામી પોતાના રહેણાંક મકાનમાં બહારથી ખેલીઓ  બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા છે.

મળેલ બાતમીના  આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી ભાવનાબેન સહીત સાત મહિલાને રોકડ રૂપિયા 31,050 સહીત મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસે પકડી હતી. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.