ખાવડા ખાતે આવેલ ભીરંડીયારા સીમમાંથી વાયરની તસ્કરી કરનાર 5 ઈશમોને ઝડપી પાડતી એલસીબી ટીમ

hathkadi

copy image

ખાવડા ખાતે આવેલ ભીરંડીયારાની સીમમાંથી એલ્યુમીનીયમ વાયરની તસ્કરી કરનાર પાંચ શખ્સોને એલસીબી ટીમે ઝડપી પાડ્યા  છે. મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે નાના વરનોરાના અમુક શખ્સ વાયર ચોરી કરવા જવાની યોજના બનાવી રહ્યા છે. મળેલ બાતમીને આધારે નાગોર ફાટક તરફથી આવતી બોલેરો પીકઅપ જીજે 12 એક્સ 6973 વાળીને અટકાવી તેમાં  સવાર નાના વરનોરાના પાંચ શખ્સો મળી આવેલ હતા. બોલેરોની પાછળ રાખેલ વાયર કાપવાનું કટર બાબતે પૂછતાછ કરતાં તેઓ પોતે ભેગા મળીને વીજ લાઈનના એલ્યુમીનીયમ વાયર કાપી વહેચતા હોવાનું સામે આવ્યું હતું. બે માસ પૂર્વે વાડાસર સીમમાંથી એક ટન વાયરની તસ્કરી કરી હતી. તેમજ નવેક દિવસ પહેલા ખવડાના ભીરંડીયારા સીમમાંથી ત્રણ ટન એલ્યુમીનીયમ વાયરની તસ્કરી કરી અદ્રેમાન ઉમર કુંભારના ભંગારના વાડામાં વહેચેલ હોવાની કબુલાત આપેલ હતી. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી  છે.