ડગાળા ગામમાથી કુલ કિ.1.87 લાખના મુદામાલ સાથે 6 ખેલીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

padhar polis station

copy image

પદ્ધર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના ડગાળા ગામમાં  આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર અમુક ઈશમો ધાણીપાસાનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીને આધારે પોલીસે ડગાળા ગામના તળાવની પાછળ પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા છ જુગારપ્રેમીઓને રોકડ રૂપિયા 11,760 તેમજ રૂપિયા 35 હજારની 7 મોબાઇલ અને રૂપિયા 1.40 લાખની ફોરવ્હીલર અને બે બાઈક સહીત કુલ રૂપિયા 1,87,760ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

copy image