આધારપુરાવા વગરની બાઈક તેમજ  ત્રણ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

ભુજ ખાતે આવેલ  વીડી સ્કુલ પાસે આવેલ બેકરી નજીકથી આધારપુરાવા વગરની બાઈક તેમજ રૂપિયા 15 હજારના ત્રણ મોબાઈલ સહિત નાગોરના શખ્સને એલસીબી એ ઝડપ્યો હતો. મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન મળેલ બાતમીના આધારે વીડી સ્કુલ પાસે આવેલ બેકરી નજીકથી  નાગોરના સમીર અબ્દુલ રજાક ખલીફાને ઝડપ્યો હતો. આરોપીને તેની પાસે રહેલ બજાજ કંપનીની પલ્સર બાઈક વિશે  પૂછપરછ કરતાં  તેને નાના વરનોરાનો રહીમ મોખા આપી ગયો હોવાનું જણાવેલ હતું. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે.