મુંદ્રા ખાતે આવેલ કુકડસરમાં 70 વર્ષીય વૃદ્ધાને ઝેરી સાપ કરડતા મોત નીપજયું

copy image

મુંદરા ખાતે આવેલ કુકડસરમાં બે દિવસ અગાઉ 70 વર્ષીય આસુબેન કરલભાઇ રબારીને પોતાના ઘરે સાપ કરડી જતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. મળેલ માહિતી અનુસાર  ગત તા. 1-9ના સાંજના અરસામાં કુકડસરમાં રહેતા આસુબેન રબારી પોતાના ઘરે હતા, તે દરમીયાન ઝેરી સાપ તેમના પગમાં કરડી જતા તેઓને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ  હતા, પરંતુ બીજા દિવસે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે મુંદરા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી હતી.