ભુજ ખાતે આવેલ ત્રાયામાં 45 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો
ભુજ ખાતે આવેલ ત્રાયા ગામમાં ગત દિવસે બપોરના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર 45 વર્ષીય સોમાભાઇ વસાવાએ ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો. બનવાની જાણ થતાં તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.