અંજાર ખાતે આવેલ નાગલપર-સાપેડા વચ્ચેની વાડીમાથી 43.27 લાખના મુદ્દામાલ સાથે સાત ખેલીયો ઝડપાયા
copy image
અંજાર ખાતે આવેલ નાગલપર-સાપેડા માર્ગ વચ્ચેની ચાડી પર ચાલતા જુગારના અડ્ડા પરથી સાત જુગાર પ્રેમીઓને રોકડા રૂા. 1,22,900 સહિત 43,27,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેયા હતા. મળેલ માહિતી અનુસાર સ્થાનિક પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંજાર ખાતે આવેલ નાગલપર-સાપેડા માર્ગ વચ્ચે અંજારના હિંમત પ્રેમજી ચોટારા (સોરઠિયા)ની વાડીમાં બહારથી ખેલી બોલાવી તેમને જુગાર રમાડી નાલ ઉઘરાવી જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. મળેલ બાતમીના આધારે ગત મોડી રાત્રે હકીકત વાળી જગ્યાએ પોલીસે દરોડો પાડી હિંમત પ્રેમજી ચોટારા સહિત સાત ખેલીઓને હતા. કુલ રૂા. 43,27,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.